Coronavirusના 24 કલાકમાં રેકોર્ડબ્રેક 5611 નવા કેસ, મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધ્યો
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના સૌથી વધુ 5611 નવા કેસ નોંધાયા છે. જ્યારે 140 લોકોના મોત થયા છે. આ બાજુ કોરોના વાયરસના મંગળવારે પણ 5341 કેસ નોંધાયા હતાં. અને રવિવારે 5003 નવા કેસ આવ્યાં હતાં.
દેશમાં કોરોના વાયરસના કુલ 1,06,750 પોઝિટિવ કેસ છે. જેમાંથી 61149 કેસ એક્ટિવ છે અને 3303 લોકોના જીવ ગયા છે. રાહતની વાત એ છે કે કોવિડ 19થી 42,298 લોકો સાજા થયા છે અને દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 39.62 ટકા છે.
ચાર દિવસમાં લગભગ 20 હજાર નવા કેસ
ભારતમાં કોરોનાના દર્દીઓની જે પ્રકારે સંખ્યા જોવા મળી રહી છે તે હવે દુનિયામાં 11માં સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 19,940 કેસ જોવા મળ્યાં છે. પરંતુ સારી વાત એ પણ છે કે આ ચાર દિવસમાં 8 હજાર લોકો સાજા થયા છે.
જુઓ LIVE TV
દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ
કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ચાલુ છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 48.9 લાખ અને મોતનો આંકડો 3.23 લાખ પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી 16.9 લાખ લોકો સાજા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે